લખનઉ: રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા (આરપીઆઈ)ના અધ્યક્ષ કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આજે પોતાની પાર્ટીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

કેંદ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અઠાવલેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આરપીઆઈ આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની સાથે અથવા પોતાના જાત ઉપર કિસ્મત અજમાવશે. તેમને કહ્યું કે, તે બીજેપીથી રાજ્યમાં પોતાના માટે 25થી 30 સીટો છોડવાની માંગણી કરશે.

અઠાવલેએ કહ્યું કે, તે આ સંદર્ભે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કલરાજ મિશ્ર સાથે વાતચીત કરી ચૂક્યા છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહની મંજૂરી મળતાં જ આરપીઆઈ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. તેમને વધુમાં કહ્યું કે, જો બીજેપી સાથે આ સંદર્ભે વાત ન બની શકી તો, આરપીઆઈ રાજ્યની 200થી વધુ સીટો ઉપર પોતાની જાતે ચૂંટણી લડશે. જો કે, તે બીજેપીની સાથે ચૂંટણી લડ્યા તો ભાજપને બહુમતી મળવાથી કોઈ રોકી શકે તેમ નથી. અઠાવલે કહ્યું કે, તે બીએસપી અધ્યક્ષ માયાવતીને પોતાની બહેન માને છે. પરંતુ તેઓ એક બહેનની રીતે મારી પાસે આવશે તો હું તેમને વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે મળાવી શકું છું.