હૈદરાબાદ: પોલીસે હૈદરાબાદ નજીક નકલી ભારતીય કરન્સીની હેરાફેરીમાં શનિવારે પર્દાફાશ કર્યો હતો અને બે હજાર રૂપિયાની નવી નકલી નોટો સાથે કુલ 2 લાખ રૂપિયા સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે બે હજાર રૂપિયા 105 નકલી નોટો જપ્ત કરી હતી. બે હજાર રૂપિયાની નોટ નોટબંધી પછી આ મહીને લૉંચ કરવામાં આવી છે.


આરોપીએ પાસેથી કુલ 2,22,310 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી હતી, જેમાં 2,000 રૂપિયાની કુલ નોટોંની કીંમત 2,10,000 છે. બાકી નકલી નોટ 100, 50, 20 અને 10 રૂપિયાની છે. પોલીસ દ્વારા જપ્ત કરેલી અન્ય સામગ્રીઓમાં બે રંગીન ઝેરોક્ષ મશીન તથા 50,000 રૂપિયા રોકડા મળ્યા છે.

ધરપકડ ઈબ્રાહિમપટનમ પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી. જે હૈદરાબાદથી લગભગ 35 કિલોમીટરની અંતરે રાચાકોંડા પોલીસ કાર્યાલય સ્થિત છે.

રાચાકોંડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી મહેશ ભાગવતે પત્રકારોને જણાવ્યું હતું કે આરોપીઓએ પહેલા નાની નોટ છાપીને બજારમાં ઘૂસાડી અને આ સફળતા પછી તેમને 2,000 રૂપિયાની નોટ પણ છાપવાની શરૂ કરી દીધું હતું.