નાગપુર: સેના દ્વારા નિયંત્રણ રેખા પર સર્જિકલ સ્ટ્રાઈકની પ્રશંસા કરતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે આજે કહ્યું છે કે આ સ્ટ્રાઈક એ વાતનો પૂરાવો છે કે દુનિયામાં શક્તિ વિના કંઈ જ શક્ય નથી.
તેમણે કહ્યું કે આવા હુમલાઓના જવાબમાં ભારત તરફથી શક્તિ દેખાડાય તેનાથી સાબિત થાય છે કે દુનિયા એ લોકો સાથે ઉભી રહે છે જેની પાસે તાકત છે. આરએસએસના પ્રમુખે કહ્યુ છે શક્તિ વિના કંઈ જ શક્ય નથી પછી તે સારુ હોય કે ખરાબ. આપણે હજી સુધી આપણી તાકત બતાવી નથી. માટે જ્યારે તણાવ થાય ત્યારે અમેરિકા આપણને શાંત રહેવા કહેતુ હતું.
ભાગવતે કહ્યું કે, ‘જ્યારથી આપણે તાકત બતાવવાની શરૂ કરી છે જે લોકો આપણને શાંત રહેવા કહેતા હતા તે આપણી સાથે ઉભા રહ્યા છે. એવુ એટલે થયું કેમકે આપણે આપણી તાકત બતાવી.’ આ નિવેદન મોહન ભાગવતે એક સ્થાનિક મંદિરમાં આપ્યું હતું જ્યાં તેઓ નવરાત્રિ નિમિત્તે આવ્યા હતા.