શ્રીનગરઃ શ્રીનગરના ભાહરના ભાગમાં આવેલ એક સરકારી ઈમારતમાં આજે સવારે આગ લાગી ગઈ. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ તરત જ જેકેઈડીઆઈના પરિસરમાં અંદરથી ગોળી ચાલવાનો અવાજ સાંભળવા મળ્યો. પોલિસના એક અધિકારીએ આ જાણકારી આપી. આ ઈમારત જે પરિસરમાં છે ત્યાં ચાલુ વર્ષની શરૂઆતમાં અથડામણ થઈ હતી.
અધિકારીએ જણાવ્યું કે, શહેરના બહારના વિસ્તારમાં પમ્પોરના સેમપોરા સ્થિત જમ્મુ કાશ્મીર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમને્ટ ઇન્સ્ટીટ્યૂટ (જેકેઈડીઆઈ)ના મુખ્યાલયના પરિસરમાં બનેલ આ ઈમારતમાં આજે સવારે આગ લાગી. તેમણે જણાવ્યું કે, આગ લાગવાના કારણ વિશે કોઈ જાણકારી મળી નથી.
અધિકારીએ જણાવ્યું કે, ફાયર ફાયર ઘટના સ્થળે પહોંચી ગયા છે પરંતુ સુરક્ષા કારણોસર તેમને બિલ્ડિંગમાં અંદર જવાની પરવાનગી આપવામાં આવી નથી. જેકેઈડીઆઈ પરિસરમાં ફેબ્રુઆરીમાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જે 48 કલાક કરતા વધારે સમય સુધી ચાલી હતી.