નવી દિલ્લીઃ કથિત ઇશરત જહાન એન્કાંઉટર કેશની ખોવાયેલી ફાઇલો અંગે RTI કરવામાં આવી હતી. જેના જવાબમાં ગૃહ વિભાગે RTI કર્તા પાસે ભારતીય નાગરીકતા સાબિત કરવા માટે જણાવ્યું હતું.
ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી બી.કે પ્રસાદ તપાસ સમિતિના અધ્યક્ષ છે. ગૃહ વિભાગ પાસે માંગવામાં આવેલી માહિતીમાં સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટની નકલ અને તે સિવાય બી.કે પ્રસાદને આપવામાં આવેલા કામ સંબંધી માહિતી માંગવામાં આવી હતી.
ગૃહ વિભાગે તેના જવાબામાં જણાવ્યં હતું કે, " આ સંબંધમાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે, તમે પહેલા તમારી ભારતીય નાગરીકતા સાબિત કરો" મહિતી અધિકાર અધિનિયમ 2005 અનુસાર ફક્ત ભારતીય નાગરીક જ માહિતી માંગી શકે છે.
આ એક્ટ અનુસાર નાગરીકતા સાબિત કરવાની જરૂર નથી પડતી પરંતું અસામાન્ય સંજોગોામં જંન સંપર્ક અધિકારી નાગરીકતાના પુરાવા માંગી શકે છે. જો તેને અરજી કરનારની નાગરીકતાને લઇને કોઇ શંકા હોઇ તો.