નવી દિલ્હી: રશિયાની સૉવરેન વેલ્થ ફંડે ભારતને કોરોના વાયરસની રસી ‘સ્પૂતનિક-V’ના 10 કરોડ ડોઝ આપવા માટે કરાર કર્યા છે. રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ ભારતમાં સપ્લાઈ માટે દિગ્ગજ કંપની ડૉ. રેડ્ડીસ લેબ સાથે કરાર કર્યા છે. RDIFના સીઈઓ કિરિલ દિમિત્રિવે કહ્યું કે, સ્પૂતનિક-V રસીના ક્લીનકલ ટ્રાયલ અને વીતરણ માટે ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે, “સ્પૂતનિક-Vની રસી માટે ક્લિનિકલ ટ્રાયલ માટે તમામ જરૂરી શરતો પૂરી થાય તે માટે ભારતીય નિયમનકારો સાથે વાતચીત ચાલી રહી છે.
સ્પૂતનિક-Vની સપ્લાઈ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. ડૉ. રેડ્ડીસના સીઈઓ જીવી પ્રસાદે કહ્યું કે, સ્પૂતનિક -Vના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનું પરીણામ અસરકારક આવ્યું છે. ભારતીય નિયામકોના માપદંડોને પૂરા કરવા માટે ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ થશે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં સ્પૂતનિક V વેક્સીન વિશ્વસનિય વિકલ્પ બની શકે છે.
જો કે, વેક્સીનની કિંમતનો હજુ કોઈ જાણકારી સામે આવી નથી. RDIFએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે નફા વિશે નથી વિચારી રહ્યાં, અમારું ધ્યાન ફક્ત ખર્ચ પર છે. રશિયાની કંપનીએ ભારત સિવાય બ્રાઝીલ, મેક્સિકો, કઝાકિસ્તાન સાથે પણ કરાર કર્યા છે. આ વેક્સીન મોસ્કો સ્થિત ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકો અને રશિયાના રક્ષા મંત્રાલયે સાથે મળીને બનાવી છે.
આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે. ગત અઠવાડિયામાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્પૂતનિક-V વેક્સીનનું ટ્રાયલ ભારતમાં કરવાના પક્ષમાં છે અને દેશમાં તેના ઉત્પાદન માટે બે ત્રણ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.
ભારતમાં વેક્સીનની નહીં સર્જાય અછત, રશિયા સાથે 10 કરોડ ડોઝની કરાઇ ડીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2020 05:49 PM (IST)
સ્પૂતનિક-Vની સપ્લાઈ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. ડૉ. રેડ્ડીસના સીઈઓ જીવી પ્રસાદે કહ્યું કે, સ્પૂતનિક -Vના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનું પરીણામ અસરકારક આવ્યું છે. ભારતીય નિયામકોના માપદંડોને પૂરા કરવા માટે ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -