S Jaishankar On India Pakistan Cricket Series: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ શ્રેણી યોજાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 10 વર્ષથી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ હતી. આઈસીસીની શ્રેણી ઉપરાંત સિવાય એશિયા કપમાં જ બંને દેશ એકબીજા સામે રમે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ક્રિકેટ સિરીઝ વર્ષ 2013માં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે શ્રેણી રમવાની ઘસીને ના પાડી ચુક્યું છે. હવે ભારતના વિદેશ મંત્રીએ પણ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. 


પાકિસ્તાનની ટીમ વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. જો કે, બંને દેશોમાં એક વર્ગ એવો છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી જોવા માંગે છે. પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકરે બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ સીરીઝને લઈને મોટું નિવેદન આપ્યું છે.


એશિયા કપના આયોજનને લઈને હોબાળો


વર્ષ 2023માં યોજાનાર એશિયા કપના આયોજનને લઈને અત્યારથી જ હોબાળો મચ્ચ્યો છે. આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે. જેને લઈને ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારતીય ટીમ પ્રવાસ પર નહીં જાય. થોડા દિવસો પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ છંછેડાયા હતાં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતમાં આગામી વર્ષે યોજાનારા 50 ઓવરના વર્લ્ડકપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સીરીઝ રમવાનો ઈનકાર કરી દીધો છે. 


એસ જયશંંકરે કહ્યું કે...


એક વાતચીત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, સૌ કોઈ જાણે છે કે અમારી વિચારધારા શું છે. તેમણે કહ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાન પહેલા આતંકવાદને ખતમ કરે, ત્યાર બાદ જ બંને દેશો વચ્ચે ક્રિકેટ સિરીઝ રમાઈ શકશે. તેમના મતે ક્રિકેટ સિરીઝ તો આવતી રહશે. વર્તમાનમાં અમારું સ્ટેન્ડ શું છે તે સૌકોઈ નથી જાણતા? જોઈએ આગળ શું થાય છે? તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ એવું ના માનવું કે આતંકવાદ પર કોઈપણ દેશનો અધિકાર છે. જ્યાં સુધી આપણે તેને ખતમ નહીં કરીએ ત્યાં સુધી તે યથાવત જ રહેશે. આતંકવાદનો અંત ત્યારે જ થશે જ્યારે આતંકવાદનો સામનો કરી રહેલા દેશો જ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. કારણ કે જે લોહી વહે છે તે આપણું લોહી છે. આમ વિદેશ મંત્રીના નિવેદનથી એ બાબત સ્પષ્ટ છે કે, આવનાર નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન એમ બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.