Sachin Pilot Protest: કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ આજે મંગળવારે જયપુરમાં વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચારને લઈને ઉપવાસ પર ઉતર્યા હતા. જોકે બપોર બાદ પાયલટે પોતાના ધરણા છોડી પારણા કરી લીધા હતાં. પાયલોટ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, રાજ્યમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની જ સરકાર છે. આમ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જ ગેહલોત અને પાયલટ વચ્ચે જૂની દુશ્મની હાઈકમાન્ડ માટે માથાનો દુ:ખાવો બની છે.
સચિન પાયલટે લગભગ 4 વાગ્યે ઉપવાસ સમાપ્ત કર્યા બાદ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમનું અભિયાન અને આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે વસુંધરા રાજેના કાર્યકાળમાં વિપક્ષમાં હતા, ત્યારે અમે ઘણા કૌભાંડો અને ભ્રષ્ટાચારના મામલાઓનો પર્દાફાશ કર્યો હતો. અમે જનતાને વચન આપ્યું હતું ક, જ્યારે અમે સરકારમાં આવીશું ત્યારે વસુંધરાની સરકાર દરમિયાન થયેલા તમામ કૌભાંડો સામે અસરકારક કાર્યવાહી કરીશું. હવે અમે સરકારમાં છીએ. 4 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી હું આજે ઉપવાસ પર છું.
અશોક ગેહલોતનો કરવામાં આવ્યો હતો ઉલ્લેખ
પાયલોટે કહ્યું હતું કે, અમે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, જમીન માફિયા, દારૂ માફિયા અને માઈનિંગ માફિયાઓ સામે કાર્યવાહી કરીશું, પરંતુ એવું કંઈ જ થયું નથી. તેમણે કહ્યું હતું કે, આ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં કંઈ થયું નથી. આનો પણ કોઈ જવાબ નહોતો.
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના રાજસ્થાન મામલાના પ્રભારી મહાસચિવ સુખજિંદર રંધાવાએ જણાવ્યું હતું કે, તેમણે પાયલટ સાથે વાત કરી હતી અને તેમને પોતાની સરકાર વિરુદ્ધ જાહેરમાં જવાને બદલે પાર્ટીના મંચ પર મુદ્દાઓ ઉઠાવવા કહ્યું હતું. રંધાવાએ કહ્યું હતું કે, મેં અંગત રીતે સચિન પાયલટને ફોન કર્યો હતો અને તેને આ રીતે જાહેરમાં જવાને બદલે પાર્ટી ફોરમ પર આવી બાબતો ઉઠાવવા કહ્યું હતું. તેમણે હતું કહ્યું કે, આવી કોઈપણ કાર્યવાહી અથવા ઉપવાસ માટે કોઈ વ્યાજબી નથી અને તમામ બાબતો પક્ષના પ્લેટફોર્મ પર ઉઠાવવી જોઈએ. જાહેરમાં નહીં કારણ કે, આવા કોઈપણ પગલાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવશે.
રંધાવાના આ નિવેદન પર ઉપવાસ ખતમ કર્યા બાદ સચિન પાયલટે કહ્યું હતું કે, તેમને આ પદ થોડા દિવસ પહેલા જ આપવામાં આવ્યું છે. આ હોદ્દો સંભાળનાર વ્યક્તિ સાથે મેં પહેલા વાત કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો હજુ પણ યથાવત જ છે. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવું જોઈએ અને આ માટે લડત ચાલુ રહેશે.
પક્ષના મંચ પર પહેલા આ મુદ્દો ઉઠાવવો જોઈએ તેવા રંધાવાના નિવેદન પર પાયલોટે કહ્યું હતું કે, કે જો સંગઠનને લઈને કોઈ વાત થઈ હોત તો તેઓ ચોક્કસ કરી શક્યા હોત, પરંતુ એવું કંઈ જ બન્યું નથી.
Sachin Pilot : પાયલટે હાલ તો પારણા કર્યા પણ જાદુગરને આપી ગર્ભિત ધમકી!!!
gujarati.abplive.com
Updated at:
11 Apr 2023 06:08 PM (IST)
પાયલોટ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, રાજ્યમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની જ સરકાર છે.
સચિન પાયલોટ
NEXT
PREV
Published at:
11 Apr 2023 06:08 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -