નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વિવાદોને ઉકેલી શકાયા હોત.


સચિન પાયલટે ટ્વિટ કરી કહ્યું કે. આ દેખવુ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યે કોગ્રેસ પાર્ટી છોડી છે. હું વિચારું છું કે પાર્ટીમાં વાતચીત મારફતે વિવાદ ઉકેલાઇ શક્યો હોત. સચિન પાયલટે અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સિંધિયા પર ટિપ્પણી કરી હતી.
અશોક ગેહલોતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લીધા વિના કહ્યું કે, અવસરવાદી લોકો અગાઉથી જતા રહ્યા હોત તો સારુ રહ્યું હોત. 17-18 વર્ષમાં આ લોકોને કોગ્રેસે બહુ આપ્યું. અલગ અલગ પદો પર રાખ્યા. સાંસદ બનાવ્યા. કેન્દ્રિય મંત્રી બનાવ્યા અને તક મળતા જતા રહ્યા. તેઓને પ્રજા ક્યારેય માફ નહી કરે.


કોગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મલ્લિકાર્જૂન ખડગેએ સિંધિયા પર કહ્યુ હતુ કે, લાભ અને હાનિ તમામની લાઇફમાં ચાલતું રહે છે. તમે ચાર વખત સાંસદ રહી ચૂક્યા છો. પાર્ટી છોડવી ઠીક નથી. પરંતુ તેમણે સલાહ સાંભળી નહી અને પોતાના હિતો માટે પાર્ટી છોડી દીધી.