Sachin Pilot Protest Live: દિલ્હી પહોંચ્યા સચિન પાયલટ, કોગ્રેસમાં રહેશે કે નવી પાર્ટી બનાવશે, આજે થશે નિર્ણય

મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે (12 એપ્રિલ) કેબિનેટની બેઠક પણ બોલાવી છે

gujarati.abplive.com Last Updated: 12 Apr 2023 12:36 PM
અશોક ગેહલોત મીડિયા સાથે વાત કરશે

રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ હાલમાં દિલ્હીમાં છે અને વરિષ્ઠ નેતાઓને મળી શકે છે.  હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ મૌન તોડવાનો નિર્ણય લીધો છે. તેઓ આજે બપોરે 1.30 કલાકે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને સંબોધશે.

'સૌના સ્નેહ માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા'

 રાજકીય હલચલ વચ્ચે સચિન પાયલટે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હજારો લોકો એકઠા થયા છે. તેમણે લખ્યું હતું કે 'તમારા સ્નેહ અને સહકાર બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર'.





સચિન પાયલટ ઘરેથી રવાના

શું સચિન પાયલટ કોંગ્રેસ છોડશે?

સચિન પાયલટના પોતાના જ પક્ષ સામે મોરચો ખોલવાના આ પગલાથી ફરી એકવાર અટકળોએ જોર પકડ્યું છે કે શું સચિન પાયલટ કોંગ્રેસ છોડીને નવા માર્ગ પર આગળ વધશે? આ ઉપરાંત જો પાયલટ કોંગ્રેસ છોડશે તો તેમનું આગળનું પગલું શું હશે?

સચિન પાયલટ કેમ કરી રહ્યા છે વિરોધ

સચિન પાયલટની ફરિયાદ છે કે અશોક ગેહલોતે ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લીધા નથી. પાયલટ વસુંધરા રાજેના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે ગેહલોતનો જૂનો વીડિયો ચલાવ્યો અને પૂછ્યું કે આ કેસોની તપાસ કેમ નથી થઈ. પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ વસુંધરા રાજેના બહાને અશોક ગેહલોતને નિશાન બનાવી રહ્યા છે.

સચિન પાયલટ આજે દિલ્હી જઈ શકે છે

અગાઉની ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલાને લઈને સચિન પાયલટે પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમનો આરોપ છે કે તેમના કહેવા છતાં સરકાર તેના પર કાર્યવાહી કરી રહી નથી. હવે આ દરમિયાન તેમના દિલ્હી જવાની અટકળો વધી ગઇ છે.  એવું માનવામાં આવે છે કે તેઓ આજે (12 એપ્રિલ) દિલ્હી જઈ શકે છે અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને મળી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

Sachin Pilot Protest: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટના ઉપવાસ બાદથી રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. હકીકતમાં, તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમનો આરોપ છે કે તેમની ફરિયાદ હોવા છતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. તે હવે આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દરમિયાન, હવે પાયલટ આજે (12 એપ્રિલ) દિલ્હી જઇ શકે છે. અહીં રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા તેમને મળશે અને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરશે.






મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે (12 એપ્રિલ) કેબિનેટની બેઠક પણ બોલાવી છે. રંધાવા દ્વારા આપવામાં આવેલી ચેતવણીથી ડર્યા વિના પાયલટે ધરણા પર બેસવાનું ચાલુ રાખ્યું. ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં પાયલટ સમર્થકો હાજર હતા, જોકે પક્ષનો કોઈ મોટો ચહેરો કે વર્તમાન ધારાસભ્ય ત્યાં જોવા મળ્યા ન હતા.






શું છે સમગ્ર મામલો


વાસ્તવમાં સચિન પાયલટે આ મામલાને લઈને કહ્યું હતું કે 2013માં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે વિપક્ષમાં રહીને અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો અને જનતા સમક્ષ લાવ્યા. અમે જનતાને વચન આપ્યું હતું કે રાજેના કાર્યકાળના ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે. તેમણે એક વર્ષ પહેલા સીએમ ગેહલોતને પત્ર લખ્યો હતો કે અમારા દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવે અને આ કૌભાંડોને લોકો સમક્ષ લાવવામાં આવે પરંતુ આ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમનું કહેવું છે કે સરકાર કૌભાંડો પર કોઈ પગલાં લઈ રહી નથી.


સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટ અંગે પાર્ટી હાઈકમાન્ડનું વલણ હજુ પણ નરમ છે. દરમિયાન, અટકળો ચાલી રહી છે કે તેઓ કોંગ્રેસ છોડી શકે છે અને કોઇ નવી પાર્ટીમાં જોડાઇ શકે છે. આજે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ સાથે તેમની મુલાકાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.