નવી દિલ્લી:સાગર હત્યાકાંડમાં ફસાયેલા સુશીલ કુમારના 18 ફેબ્રુઆરી 2011એ સતપાલની દિકરી સાવી સાથે લગ્ન થયા હતા. જો કે ચોંકાવનારી વાત એ છે કે, સુશીલે લગ્ન પહેલા તેમના ગુરીની દીકરીને જોઇ પણ ન હતી. 


પહેલવાન સાગર ધનખડના હત્યા કેસમાં સુશીલની ધરપકડ થઇ ગઇ છે.ઓલ્મપિક પદક વિજેતા સુશીલ કુમારને લઇને અનેક ખુલાસા થયા છે.દિલ્લીમાં એક ફ્લેટ છે, જે સુશીલની પત્નીના નામે છે. આ ફ્લેટને કારણે સુશીલ અને સાગરમાં વિવાદ થયો હતો. 


દિલ્લી મોડલ ટાઉન કેડી10/6 બ્લોકનું મકાન સુશીલ પહેલવાન અને સાગર પહેલવાનવની વચ્ચે વિવાદનો કારણ બન્યું. જેના કારણે સાગરની હત્યા થઇ અને હાલ પહેલવાન સુશીલ દિલ્લી પોલીસની ગિરફ્તમાં છે. તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર થાય, 


પહેલવાનીના કોશલ શીખવનાર ગુરૂ સતપાલના ધરે નિયમિત સુશીલ જતો હતો. સુશીલે લગ્ન પહેલા એક પણ વખત સાવિને જોઇ ન હતી. 2010માં  કોમનવેલ્થ ગેઇમમાં ગો્લ્ડમેડલ જીત્યાં બાદ બંનેની દિલ્લીમાં સગાઇ થઇ હતી અને 2011માં ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા. 



ત્રસાલ સ્ટેડિયમમાં બે જુથો વચ્ચેની લડાઈમાં 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યા બાદ ફરાર થઈ ગયેલા ઓલંપિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સુશીલ કુમાર પર પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું. સુશીલ ઉપરાંત અજયની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે તેની ધરપકડ કરી છે.


દિલ્હી પોલીસે જાણકારી આપી છે ઈન્સ્પેક્ટર શિવકુમાર, ઈન્સ્પેક્ટર કર્મબીર અને એસપી ઉત્તર સિંહની નેતૃત્વ હેઠળની ટીમે તેની દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી હતી. આ પહેલા રોહિણી કોર્ટે મંગળવારે સુશીલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.


  હત્યા મામલે આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત અનેક રાજ્યોમાં છાપા માર્યા હતા. દિલ્હીમાં અનેક ઠેકાણા પર છાપા મારવામાં આવ્યા હતા તેમ છતાં  તેની કોઈ ભાળ મળી નહોતી.


દિલ્હી પોલીસે ફરાર થઈ ગયેલા સુશીલ કુમાર અંગે માહિતી આપનારને એક લાખના ઈનામની જાહેરાત કરી હતી. જ્યારે સુશીલની સાથે ફરાર થઈ ગયેલા અજય પર પણ પોલીસે 50 હજારનું ઈનામ રાખ્યું હતું. પોલીસે બંને સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી