Saif Ali Khan Attack Case: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ઇસ્લામ શહઝાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. પોતાના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે દાવો કર્યો છે કે તેમણે કોઈ ગુનો કર્યો નથી અને તેમની સામે નોંધાયેલો કેસ બનાવટી છે.
હાલમાં, આ કેસ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તે મુંબઈ સેશન્સ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને એકવાર પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે, પછી કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી.
દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે FIR ખોટી રીતે દાખલ કરવામાં આવી છે અને શરીફુલ ઇસ્લામે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. પોલીસ પાસે પહેલાથી જ બધા પુરાવા છે અને આરોપી કોઈપણ રીતે કેસમાં છેડછાડ કરી શકે નહીં.
સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયો હતોતમને જણાવી દઈએ કે શરીફુલ ઇસ્લામ શહજાદ પર 16 જાન્યુઆરીએ ચોરીના ઈરાદાથી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસવાનો આરોપ છે, જ્યાં તેની અભિનેતા સાથે ઝપાઝપી થઈ હતી. આ પછી તેણે સૈફ અલી ખાન પર છ વાર છરી વડે હુમલો કર્યો. હુમલા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આ હુમલા પછી, સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી સારવાર કરવામાં આવી.
આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદ બેરોજગારીને કારણે બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો, પરંતુ તેને અહીં પણ યોગ્ય કામ મળ્યું ન હતું. તે બાંગ્લાદેશમાં સ્પોર્ટસ રમતો હતો અને કુસ્તીબાજ હતો. તે ઓછા વજનના વર્ગમાં કુસ્તી કરતો હતો. જિલ્લા કક્ષા અને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં કુસ્તી કરતો હતો. પહેલવાન હોવાને કારણે, સૈફ અલી ખાન પર ભારે પડ્યો હતો. નોંધનીય છે કે, સૈફ પર થયેલા હુમલાથી સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો.