હિટ એન્ડ રન કેસ: સલમાન ખાન વિરૂદ્ધ થશે હવે SCમાં સુનાવણી
abpasmita.in | 05 Jul 2016 09:49 AM (IST)
નવી દિલ્લી: હિટ એન્ડ રન મામલામાં સલમાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે સલમાન ખાન વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અપીલની સુનાવણી માટે મંજૂરી આપી છે. સલમાનને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. જેની વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. મહારાષ્ટ્ર સરકારે આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થાય તેવી વિનંતી કરી હતી. આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જે એસ ખેહરે તેની મંજૂરી આપી નથી. ઉલ્લેખનીય છે કે 2002માં હિટ એન્ડ રન કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે મે, 2015માં સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. પણ હાઈકોર્ટે ડિસેમ્બરમાં સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો.