Salman Khurshid Book Issue: કોગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય સલમાન ખુર્શીદના નૈનીતાલના ઘર પર તોડફોડ અને આગ લગાવવામાં આવી હતી. ઉપદ્રવીઓના હાથમાં ભાજપનો ઝંડો હતો અને તે સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા. આ હુમલા બાદ સલમાન ખુર્શીદે ફેસબુક પર લખ્યું કે શું હજુ પણ હું ખોટો છું? કુમાંઉના ડીજીઆઇ નીલેશ આનંદે કહ્યું કે આ મામલામાં રાકેશ કપિલ અને 20 અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.