UP Assembly Election 2022: સમાજવાદી પાર્ટીએ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નાદિરા સુલતાન, રઈસ અહમદ, હરગોવિંદ ભાર્ગવ સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે.


સમાજવાદી પાર્ટીએ કાસગંજની પટિયાલી વિધાનસભાથી નાદિરા સુલતાન, બદાયૂથી રઈસ અહમદ, સીતાપુરની સિધૌલીથી હરગોવિંદ ભાર્ગવ, લખનઉની  મલિહાબાદથી સુશીલા સરોજ, મોહનલાલગંજથી અંબરીશ પુષ્કર, કાનપુર દેહાતની સિકંદરા સીટથી પ્રભાકર પાંડે,  કાનપુર નગરના કાનપૂર કેન્ટથી મોહમ્મદ હસન રૂમી અને બાંદાથી  મંજુલા સિંહને તેમના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.



આ યાદીમાં દેવરિયાના પાથર દેવાથી ભ્રમશંકર ત્રિપાઠી, મૌના ઘોશીથી દારા સિંહ ચૌહાણ, બલિયાના બંસદીહથી રામગોવિંદ ચૌધરી, જૌનપુરના શાહગંજથી શૈલેન્દ્ર યાદવ લાલાઈ, કૌશામ્બીના ચહલથી પૂજા પાલ અને દરિબાના અરવિંદ સિંહ ગોપનો સમાવેશ થાય છે. આ સિવાય ફૈઝાબાદના ગુસાઈ ગંજથી અભય સિંહ, આંબેડકર નગરના કટેરીથી લાલજી વર્મા અને ઈટાવાથી માતા પ્રસાદ પાંડેને ટિકિટ આપવામાં આવી છે.


યુપી ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે


જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે.


BJPએ 91 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી


ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 91 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોના નામ છે. ભાજપે પથરદેવાથી કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ સાહી, દેવરિયાથી મુખ્યમંત્રી યોગીના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, ઇટવાથી સતીશ ચંદ્ર દ્વિવેદી, બનસીથી જય પ્રતાપ સિંહ, ગોંડાથી પ્રતીક ભૂષણ સિંહને ટિકિટ આપવામાં આવી છે.


યોગી સરકારમાં મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહને ઇલાહાબાદ પશ્વિમથી ટિકિટ અપાઇ છે. ઇલાહાબાદ દક્ષિણથી નંદ કુમાર ગુપ્તાને ટિકિટ અપાઇ છે. સૌથી ચર્ચિત અયોધ્યા બેઠક પરતી વેદ પ્રકાશ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય ગોસાઇગંજથી આરતી તિવારી, બીકાપુરથી અમિત સિંહ, રદૌલીથી રામચંદ્ર યાદવ, મિલ્કીપુરથી બાબા ગોરખનાથને ભાજપે ટિકિટ આપી છે.



યુપી સરકારના મંત્રી સુરેશ પાસીને જગદીશપુર સુરક્ષિત, મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ મોતીને પટ્ટી, મંત્રી નંદ ગોપાલ નંદીને ઇલાહાબાદ દક્ષિણથી  ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ લિસ્ટમાં ભાજપે નવ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. 13 મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. કોગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ્રિયંકા ગાંધીની સલાહકાર ટીમના સભ્ય રાકેશ સચાનને ભોગનીપુરથી ઉમેદવાર બનાવ્યા છે.