નવી દિલ્લીઃ આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. બુધવારે સત્રના પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાનંજલી આપવામાં આવી હતી જેમાં ગુજરાતી સંત પ્રમુખ સ્વામી મહારાજને પણ શ્રદ્ધાંજલી આપવમાં આવી હતી. શ્રદ્ધાંજલી આપ્યા બાદ સંસદને પહેલા દિવસે સ્થગિત કરવામાં આવી હતી. રહેલા શિયાળુ સત્રમાં પીએમ મોદીએ વિપક્ષો પાસેથી સહોયગ આપવાની માંગ કરી હતી. દેશમાં 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે તેને લઇને સંસદમાં હંગામો થવાની પૂરી શક્યતા છે. આ જોતા પીએમ મોદીએ સંસદના શિયાળું સત્ર પહેલા મીડિયો સાથેની વાતચીતમાં વિરોધ પક્ષો પાસે સહયોગની માંગ કરી હતી. આ પહેલા સોમવારે ટીએમસી,કૉંગ્રેસ,સીપીએમ, આરજેડી સહિતના દળોની બેઠક થઇ હતી. જેમા 500 અને 1000 ની નોટો પર મુકવામાં આવેલા પ્રતિબંધ પર ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, દેશહિતમાં ચર્ચા થવી જોઇએ. કરકારના વિચાર અને લોકોની સમસ્યા પર આ સત્રમાં સારી ડિબેટ થશે. અને તમામ દળોનું યોગદાન મળશે. સરકાર તરફથી પ્રસ્તાવિત કામ માટે તમામ પક્ષોને સાથે લઇને કરવમાં આવશે. જીએસટી પર પણ તમામ પક્ષો સાથે આગળ વધવામાં આવશે અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવામાં આવશે.
વિન્ટર સેશનમાં જીએસટી સાથે જોડાયેલા ત્રણ બીલ અને સરોગેસીના નિયમ આધારિત કુલ 9 નવા બીલ રજૂ કરવામાં આવશે.