મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ નબળો પડી ગયેલો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે તેના એક ફેન સાથે તે ઉભો છે અને એક સમાચાર પત્રએ આ ફોટો શેર કર્યો છે. આ તસવીર વાયરલ થયા પછી સંજય દત્તના ચાહકો સંજયની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

નવી વાયરલ પોસ્ટ જોયા પછી, ચાહકોએ તેમને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. જલ્દી તબિયત બરાબર થવાની ઇચ્છા રાખીને, એક યુઝરે લખ્યું, “બાબા ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. હું જલ્દીથી તેની સારી સબિયતની ઇચ્છા કરું છું.”


તમને જણાવી દઈએ કે, સંજયની તબિયત હાલમાં ઠીક નથી. 11 ઓગસ્ટે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર સામે લડી રહ્યા છે. તાજેતરમાં, માનતા દત્તે બાળકો સાથે એક તસવીર શેર કરી હતી અને સંજય દત્તે લખ્યું હતું – આજે … હું પરિવારની આ ભેટ બદલ ભગવાનનો આભાર માનું છું. કોઈ ફરિયાદ નથી … વિનંતીઓ નથી … ફક્ત સાથે રહેવું, કાયમ માટે.