મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો નોકરીઓ જેવી સમસ્યા નહીં ઉકેલાય તો લોકો પ્રધાનમંત્રી મોદીનું રાજીનામું માંગી શકે છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં સાપ્તાહિક કોલમ રોકટોકમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસના કારણે 10 કરોડ લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે અને સંકટમાં 40 કરોડથી વધારે પરિવાર પ્રભાવિત થયા છે.
રાજ્યસભા સાંસદે કહ્યું, લોકોના ધૈર્યની એક સીમા છે. તેઓ માત્ર આશા અને વાયદા પર જીવિત ન રહી શકે. પ્રધાનમંત્રી એ વાત સાથે સહમત હશે કે ભલે ભગવાન રામનો વનવાસ ખતમ થઈ ગયો હોય પરંતુ વર્તમાન સ્થિતિ મુશ્કેલ છે. કોઈએ પણ પોતાની જિંદગીને પહેલા આટલી અસુરક્ષિત અનુભવી નહીં હોય.
તેમણે કહ્યું, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ સામે પ્રદર્શન થઈ રહ્યા છે અને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી તથા આર્થિક સંકટ સામે નિષ્ફળતાને લઈ તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આવું જોવા મળી શકે છે.
કેન્દ્ર પર નિશાન સાધતાં રાઉતે કોરોના વાયરસની હાલત અને આર્થિક સંકટનો સામનો કરવા લેવામાં આવેલા પગલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું પાંચ રાફેલ વિમાનની સુરક્ષા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરવામાં આવી. રાફેલની પહેલા સુખોઈ અને એમઆઈજી વિમાન ભારત આવ્યા પરંતુ આ પ્રકારનો જશ્ન પહેલા ક્યારેય મનાવાયો નહોતો.
BCG રસી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો, જાણો વિગત
જો વિવિધ સમસ્યાઓ નહીં ઉકેલવામાં આવે તો પીએમ મોદીનું રાજીનામું માંગવામાં આવી શકે છેઃ સંજય રાઉત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2020 03:40 PM (IST)
રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં સાપ્તાહિક કોલમ રોકટોકમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસના કારણે 10 કરોડ લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે અને સંકટમાં 40 કરોડથી વધારે પરિવાર પ્રભાવિત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -