નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ભારતમાં આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આ દરમિયાન  બીસીજીની રસી કોરોનાની સારવારમાં અરસરકારક સાબિત થતી હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે.


ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સે કહ્યું તેમના દેશમાં કોરોના વકર્યો ત્યારે શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ હતી. જો બીસીજી રસી ફરજિયાત કરવામાં આવી હોત તો માર્ચ 29 સુધીમાં અમેરિકામાં 468 લોકોના મોત થઈ શકત તેવો રિસર્ચરે અંદાજ લગાવ્યો હતો. જ્યારે આ તારીખ સુધીમાં 2467 મોત નોંધાઈ ચુક્યા હતા.

રિસર્ચમાં એવી વાત પણ સામે આવી કે બીસીજીની રસીનો ઉપયોગ જે લોકો કરે છે તેમાં કોરોના સામે લડવાની ઈમ્યુનિટી વધારે હોય છે. જેના આધારે રિસર્ચરનું માનવું છે કે બીમારીના કારણે જે લોકોએ આ વેક્સીનનો ઉપયોગ કર્યો હતો તે કોરોનાને હરાવવામાં વધારે સફળ થયા હતા. તેથી સંશોધકોનું માનવું છે કે આ વેક્સીન જે લોકોને આપવામાં આવે છે તેમનામાં કોરોના લક્ષણ ઘટવાની આશા છે પરંતુ તેની અસર પણ ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના વધારે લક્ષણ હોય તો બીસીજીની રસીથી તે ઘટાડી શકાય છે અને દર્દીની હાલત સ્થિર થઈ શકે છે.

પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનંત ભાનના કહેવા મુજબ, BCG વેક્સીન કોવિડ-19 સામે વધારે સાયન્ટિફિક લાગે છે. ભારત અને બ્રાઝિલ બીસીજી વેક્સીન પ્રોગ્રામ ચલાવે છે, તેથી ત્યાં ઉપપોગ વધારે અસરકારક સાબિત થાય તેમ છે. ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડો. શશાંક જોશીની કહેવા મુજબ, બીસીજી કોવિડ-19 સામે ઈમ્યુનિટિ વધારવાનું કામ કરી શકે છે.