નવી દિલ્હીઃ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ-પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એટલે કે 15મી ડિસેમ્બરે 69મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમની પુણ્યતિથિ પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.


પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “દેશની સેવામાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્ર માટે તેમણે જે સેવા કરી છે, અમે તેમાંથી સતત પ્રેરણા લેતા રહીશું.”

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી કે, “સરદાર પટેલના આદર્શો તતા લોખંડી નેતૃત્વથી પ્રેરિત મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાંથી ભ્રષ્ટાચાર, જાતિવાદ અને તૃષ્ટિકરણને સમાપ્ત કરી એક સુરક્ષિત અને સશક્ત ભારત બનાવ્યું છે.” સરદાર પટેલજીની પુણ્યતિથિ પર માં ભારતીના મહાન સપૂતને કોટિ કોટિ વંદન.