નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર અને લદાખમાં મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પ્રથમ રાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ હશે અને લદાખના પહેલા ઉપરાજ્યપાલનો કાર્યભાર રાધાકૃષ્ણ માથુરને સોંપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે જ્યારે શ્રીધરન પિલ્લઈ મિઝોરમના રાજ્યપાલ હશે.
આ જાણકારી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. એક પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેંદ્ર ગત પાંચ ઓગષ્ટના જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી રાજ્યને બે કેંદ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા.