મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જીત મળી છે. મહારાષ્ટ્રમાં 150 સીટો પર લડનારી બીજેપીને 103 સીટો મળી છે, જ્યારે તેમની સહયોગી પાર્ટી શિવસેનાને 56 સીટો પર જીત હાંસલ કરી છે. એવામાં શિવસેનાની નજર રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર છે. આદિત્ય ઠાકરે વરલીની બેઠક પરથી જીત મળી છે. તેમની જીતથી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. હવે ચૂંટણીના પરિણામ બાદ આદિત્ય ઠાકરેના પોસ્ટર લાગ્યા છે, જેમાં આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના ભાવી મુખ્યમંત્રી બતાવાયા છે.


મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સૌથી ચર્ચિત યુવા ચેહરો આદિત્ય ઠાકરે રહ્યો છે. આદિત્યએ ચૂટણી લડીને ઠાકરે પરિવારની પરંપરાને જ બદલી નાંખી છે. શિવસેનાના 53 વર્ષના ઇતિહાસમાં ના તો પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે ચૂંટણી લડ્યા અને તેમના વારિસ ઉદ્ધવ ઠાકરે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના માટે જે રીતે પરિણામ આવ્યા છે, તેના બાદ ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટીના વલણ અલગ નજર આવી રહ્યાં છે. શિવસેના એ વાતને આગળ કરી રહી છે કે સરકાર બનવાની સ્થિતિમાં પૂર્વનિર્ધારિત 50-50 ફૉર્મૂલા પર અમલ કરવું જરૂરી રહેશે. ભાજપ એ સ્પષ્ટતા કરી ચુકી છે કે રાજ્યના આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ જ બનશે.