Delhi News: મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે વીડિયો વાયરલ થવાને કારણે નહીં, પરંતુ જેલ અધિક્ષકને તેમના સેલમાં કેદીઓની સંખ્યા વધારવાની વિનંતીને કારણે ચર્ચામાં છે. હકીકતમાં તેણે તિહાર જેલ નંબર સાતના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને તેની સેલમાં કેદીઓની સંખ્યા વધારવાની માંગ કરી હતી. જેથી તે એકલતાનો શિકાર ન બને.




દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને પોતાના પત્રમાં અધિક્ષકને ઓછામાં ઓછા બેથી ત્રણ કેદીઓને પોતાની સાથે રાખવાનો પત્ર લખ્યો હતો. તેમના મનોચિકિત્સકના સૂચનને ટાંકીને તેમણે કહ્યું કે સેલમાં એકલા રહેવાને કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા છે. મનોચિકિત્સકે તેમને એકલા ન રહેવા અને સામાજિક વર્તુળ વધારવાની સલાહ આપી છે.


જેનો જવાબ જેલ અધિક્ષકે આપવો પડશે


સત્યેન્દ્ર જૈનની આ વિનંતી પર જેલ નંબર સાતના અધિક્ષકે બે કેદીઓને તેમના સેલમાં ટ્રાન્સફર કર્યા, પરંતુ તિહાર જેલના વહીવટીતંત્રને આની જાણ થતાં જ તેઓએ બંને કેદીઓને તેમના જૂના સેલમાં પાછા મોકલી દીધા. આ સાથે જેલ નંબર સાતના સુપરિન્ટેન્ડેન્ટને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે. તિહાર પ્રશાસને જેલ અધિક્ષકને નોટિસનો નિયત સમયમાં જવાબ આપવા કહ્યું છે.


જેલ સુપ્રિટેન્ડેન્ટ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ


જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, સુપ્રિટેન્ડેન્ટે વહીવટીતંત્રને જાણ કર્યા વિના આ નિર્ણય લીધો હતો, જ્યારે પ્રક્રિયા મુજબ વહીવટીતંત્રને જાણ કર્યા વિના અને પરવાનગી લીધા વિના આ કરી શકાતું નથી. જેલ પ્રશાસનનું કહેવું છે કે જેલ અધિક્ષક ઉચ્ચ અધિકારીની સંમતિ વિના આ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર ટિલ્લુની હત્યા બાદ તિહાર જેલમાં હલચલ મચી ગઈ છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. આ સાથે અનેક અધિકારીઓ પર કાર્યવાહીની તલવાર પણ લટકી રહી છે.


 


આ પણ વાંચો: Satyendar Jain New Video: સત્યેન્દ્ર જૈનનો હવે ચોથો વીડિયો સામે આવતા વિવાદ વકર્યો


atyendar Jain New Video: દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં તિહાર જેલમાં બંધ છે. તેમના જેલના એક પછી એક વીડિયો બહાર આવી રહ્યા છે જેને લઈને દેશભરમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. હવે આજે જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સાફસફાઈ થઈ રહી છે. આ અગાઉ સામે આવેલા જુદા જુદા 3 વીડિયોને લઈને હજી વિવાદ સમ્યો નથી.






આજે રવિવારે તિહાડ જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે. સત્યેન્દ્ર જૈનની બેરેકની સફાઈની સાથે લોકો ત્યાં તેમના પલંગ પણ મૂકતા જોવા મળે છે. આ પહેલા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તિહાર જેલમાંથી અત્યાર સુધીમાં સત્યેન્દ્ર કુમારના 4 વીડિયો સામે આવ્યા છે.


તિહાર જેલમાંથી બહાર આવેલા આ વીડિયોને લઈને વિરોધ પક્ષો દ્વારા AAP મંત્રી સત્યેન્દ્ર જૈન પર પ્રહારો વધુ તેજ બન્યા છે. આ અગાઉ સત્યેન્દ્ર જૈનના ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરવી રહ્યા હતા. જ્યારે બીજા વીડિયોમાં તેઓ ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા હતા. તો ગઈ કાલે શનિવારે સત્યેન્દ્ર જૈનનો ત્રીજો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે સેલમાં વાત કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અજીત કુમારને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર સત્યેન્દ્ર જૈનને જેલમાં VIP સુવિધાઓ આપવાનો આરોપ લાગ્યો હતો.


આપના જેલ મંત્રીનો રાજાશાહી અવતાર : ભાજપ


જેલમાંથી સત્યેન્દ્ર જૈનના ત્રીજા વીડિયોને લઈને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે, જેલ મંત્રીનો શાહી દરબાર યોજાઈ રહ્યો છે.. અને હવે જેલ સુપરિન્ટેન્ડેન્ટ હાજરી આપવા આવ્યા છે. કોઈ કમી ન રહેવી જોઈએ. રોયલ રહો. AAP સરકારે આ માટે તમામ વ્યવસ્થા કરી છે! તો દિલ્હી બીજેપી ઉપાધ્યક્ષ સુનીલ યાદવે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનના નવા વીડિયો પર ટ્વીટ કર્યું હતું કે, કેજરીવાલનું દિલ્હી મોડલ! જેલ અધિક્ષક હવે તિહાર જેલમાં બંધ કેદીનો રિપોર્ટ પણ કરશે. ભ્રષ્ટ સત્યેન્દ્ર જૈન પોતાના જેલ મંત્રી પદનો ભરપુર દુરૂપયોગ કરી રહ્યાં છે.