SBI Staff Strike: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. બેંકના કર્મચારીઓ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની હડતાળ પર રહેવાના હોવાથી ગ્રાહકોને બેંકિંગ સેવાઓ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.

Continues below advertisement

બેંકે જાહેર કરી એડવાઈઝરીSBIના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં જણાવાયું છે કે હડતાળ દરમિયાન શાખાઓમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. જોકે, ગ્રાહકોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement

પોસ્ટમાં જણાવાયું છે કે,“કૃપા કરીને નોંધ લો કે, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા 25 અને 26 મે 2026ના રોજ બે દિવસની હડતાળની સૂચના આપવામાં આવી છે. અમે ગ્રાહકોને જરૂરી સેવાઓ મળી રહે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ.”

 

બેંકે ગ્રાહકોને નીચે મુજબની સલાહ આપી છે

  • રોકડની જરૂર પડે ત્યારે ATM/ADWMનો ઉપયોગ કરો
  • કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs)નો ઉપયોગ કરો
  • ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, મોબાઈલ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરો.                                                                                                                        
  • બેંકે ગ્રાહકોને થનારી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

આ પણ વાંચો:માર્કેટ રિસ્કથી છો પરેશાન? LIC લાવ્યું ગજબની સ્કીમ, હવે તમને મળશે ગેરંટી સાથે રિટર્ન, જાણો 

ઉલ્લેખનિય છે કે, SBIના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ હડતાળ પર રહેશે. તે પહેલાં 23 અને 24 મેના રોજ શનિવાર-રવિવારની રજા છે અને ત્યારબાદ ઈદની રજા પણ આવતી હોવાથી સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તેથી, ગ્રાહકોને શાખા સંબંધિત જરૂરી કામો અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.