નવી દિલ્હીઃ પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસના ટેસ્ટના બદલામાં 4500 રૂપિયા લેવાના વિરુદ્ધમાં અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટના બદલામાં પૈસા લાવવાની મંજૂરી હોવી જોઇએ નહીં. આ મામલા પર આદેશ પાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં પ્રાઇવેટ લેબને તપાસ માટે 4500 રૂપિયા આપવાની મંજૂરી આપનારા નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું.




આજે પ્રાઇવેટ લેબને 4500 રૂપિયામાં કોરોના તપાસ કરવાની મંજૂરી આપતા નોટિફિકેશન વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. છેલ્લા સપ્તાહમાં કોર્ટે આ મામલા પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. વાસ્તવમાં અરજીકર્તાનું કહેવું હતું કે લોકડાઉન દરમિયાન લોકો સામે આર્થિક સંકટ છે જેના કારણે લોકો કોરોના વાયરસની મોંઘી તપાસથી બચશે. જેનાથી બીમારી ફેલાઇ શકે છે જેથી સરકારે તેની મફતમાં તપાસ કરાવવી જોઇએ.



સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને સોલિસિટર જનરલને કોર્ટે કહ્યું કે, આ અંગે કોર્ટ જલદી આદેશ પાસ કરશે. જોકે, કોર્ટે સંકેત આપ્યા હતા કે પ્રાઇવેટ લેબ કોરોના  ટેસ્ટના પૈસા દર્દી નહી પરંતુ સરકાર પાસેથી લઇ શકે છે. આ પ્રકારની વ્યવસ્થા બનાવવી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ સરકારને આદેશ આપી શકે છે કે તે પ્રાઇવેટ લેબમાં કરવામાં આવતા કોરોના વાયરસના ટેસ્ટનો ખર્ચ ઉઠાવે. આ માટે લોકો પર બોજ નાખવો જોઇએ નહીં.

આઇસીએમઆરએ 24 માર્ચના રોજ પ્રાઇવેટ લેબને કોવિડ-19નો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. આ માટે ખાસ નિયમો બનાવવામાં  આવ્યા હતા. ભારતમાં કુલ 26 પ્રાઇવેટ લેબ કોરોના વાયરસની ટેસ્ટિંગ કરી શકતી હતી. ટેસ્ટ માટે 4500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.