સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પુન:વિચાર અરજી પર પોતાનો નિર્ણય 1 મે ના રોજ સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી કે દેશમાં કાયદો જાતિવિહીન અને એકસમાન હોવો જોઈએ. કેન્દ્રએ 20 માર્ચના નિર્ણય પર પુન:વિચાર કરવા પર જોર આપતા કહ્યું હતું કે તેનાથી સમસ્યાઓ વધી થશે જેથી તેના પર ફરી વિચાર કરવો જોઈએ. કોર્ટના આ નિર્યણ બાદ દેશભરમાં અનૂસૂચિત જાતિ અને જનજાતિના સંગઠનોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યં હતું.
આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી પર ચુકાદો આવે ત્યાં સુધી સંશોધીત કાયદા પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણયમાં કંઈ ખોટું થયું હોય તો તેને પુન:વિચાર અરજીના માધ્યમથી સુધારી શકાય છે. સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટે સંશોધિત કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ સંશોધિત કાયદો આગોતરા જામીનની વ્યવસ્થાને સમાપ્ત કરવાની જોગવાઈને આપવા સંબંધિત હતો.