નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પોતાના કોલેજિયમ દ્વારા હાઈ કોર્ટમાં નિમણૂક માટે જુદા જુદા 43 નામની ભલામણ કરી હતી જેને કેન્દ્ર સરકારે નકારી કાઢી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે તમામ 43 નામને ફરીથી પુનર્વિચાર માટે કેન્દ્ર સરકારની પાસે મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેણે તેણે દેશની જુદી જુદી હાઈ કોર્ટમાં જજ તરીકે નિમણૂંક માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલ 77 નામમાંથી 34ના નામને મંજૂરી આપી હતી. બાકીના 43 નામને પુનર્વિચાર માટે સુપ્રીમ કોર્ટને પરત મોકલી આપ્યા હતા.
કોલેજિયમમાં ચીફ જસ્ટીસ ઉપરાંત અન્ય ચાર વરિષ્ઠ જજ હોય છે.