નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા મુખ્યમંત્રી કમલનાથને કાલે ગૃહમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું બહુમત સાબિત કરવાની કાર્યવાહી શુક્રવાર સાંજે 5 વાગ્યે સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આ નિર્ણય આપ્યો હતો.




સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, આંતક, દબાવ, લોભ,પ્રલોભનના પ્રયાસમાં કમલનાથ જી નિષ્ફળ રહ્યા છે. એમાં દિગ્વિજય સિંહ પણ લાગ્યા હતા. એટલે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂ છું. કાલે ફ્લોર ટેસ્ટ થશે. હાથ ઉઠાવીને થશે. અમારો વિશ્વાસ છે કે અલ્પમતની સરકાર જશે. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું- 'સત્યમેવ જયતે.'



સુપ્રીમ કોર્ટે સદનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 13 બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામં આવે. કોર્ટે કહ્યું 16 ધારાસભ્યો પર વિધાનસભામાં આવવાને લઈને કોઈ દબાવ નથી.