370: કાશ્મીર માટે આવતીકાલે મોટો દિવસ, સુપ્રીમ કોર્ટમાં આઠ અરજીઓ પર સુનાવણી
abpasmita.in
Updated at:
15 Sep 2019 10:55 PM (IST)
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા અને ત્યાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે
NEXT
PREV
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કાશ્મીર મામલાને લઇને કરવામાં આવેલી અરજીઓ પર મહત્વની સુનાવણી કરશે. આ દરમિયાન કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, સીતારામ યેચુરી અને વાઇકો સહિત આઠ પીઆઇએલ પર નિર્ણય આવવાની આશા છે. સુપ્રીમ કોર્ટ કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધ પર પણ નિર્ણય સંભળાવી શકે છે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા અને ત્યાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે જેના પર સુનાવણી ચાલી રહી છે. સોમવારે કાશ્મીર મામલાને લઇને દાખલ આઠ પીઆઇએલ પર સુનાવણી થશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે.
કોગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીર પુનગઠનના નોટિફિકેશન અને ત્યાં લાગેલા પ્રતિબંધો વિરુદ્ધ અરજી દાખલ કરી છે જેના પર સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે. સોમવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરની ત્રણ સભ્યોની વિશેષ ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી હાથ ધરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -