સુપ્રીમ કોર્ટે ગુરુવારે (17 જુલાઈ, 2025) એક મૃત વ્યક્તિની પત્નીને તેની જમીનનો વાસ્તવિક માલિક જાહેર કરવાના આદેશને માન્ય રાખ્યો અને કહ્યું હતું કે વસિયતનામામાં તેણીની સ્થિતિ અથવા મિલકતમાંથી તેણીને કાઢી મૂકવાના કારણનો ખુલાસો ન કરવો તે બાબતની તપાસ અલગથી થવી જોઇએ નહીં પરંતુ કેસના તથ્યોનો ખુલાસો થવો જોઇએ

ન્યાયાધીશ સંજય કરોલ અને જોયમાલ્યા બાગચીની બેન્ચે નવેમ્બર 2009માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા પત્નીને જમીનના માલિક જાહેર કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી. બેન્ચે કહ્યું કે નવેમ્બર 1991માં તે વ્યક્તિના મોત બાદ તેના ભત્રીજાએ મે 1991માં તેના કાકા દ્વારા કરવામાં આવેલા વસિયતનામાનો ઉલ્લેખ કરીને દાવો દાખલ કર્યો હતો જેમાં જમીન તેના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અદાલતે મે 1991ના વસિયતનામાને વાસ્તવિક જાહેર કર્યો અને તે મુજબ મૃતકનો ભત્રીજો જમીનનો કાયદેસર માલિક છે. બાદમાં હાઈકોર્ટે નીચલી અદાલત અને પ્રથમ અપીલીય અદાલતના નિર્ણયોને રદ કરીને પત્નીને જમીનની હકદાર જાહેર કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન બંને દાવેદારો મૃતકની પત્ની અને ભત્રીજાનું અવસાન થયું અને તેમના વતી તેમના કાનૂની પ્રતિનિધિઓ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બેન્ચે કહ્યું હતું કે અન્ય દસ્તાવેજોથી વિપરીત વસિયતનામા તૈયાર થયા પછી તેને અમલમાં મૂકનાર વ્યક્તિ હવે જીવિત નથી.

કોર્ટે કહ્યું હતુ કે, "આ કોર્ટ પર એ સુનિશ્વિત કરવાની ગંભીર જવાબદારી આવી છે કે રજૂ કરાયેલ વસિયતનામા યોગ્ય રીતે સાબિત થાય છે કે નહીં." બેન્ચે કહ્યું કે અદાલતે એમ કહીને ભૂલ કરી હતી કે મૃતકની પત્ની દ્ધારા તેના અંતિમ સંસ્કાર ન કરવા, દંપત્તિ વચ્ચેના સંબંધોમાં કડવાશનો સંકેત આપે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "સામાન્ય રીતે હિન્દુ/શીખ પરિવારમાં અંતિમ સંસ્કાર સપિંડ સંબંધીઓ દ્વારા કરવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રતિવાદી (પત્ની) અંતિમ સંસ્કાર ન કરતી હોય તેને તેના પતિના જીવનકાળ દરમિયાન તેના પતિ સાથેના સંબંધોમાં કડવાશનું સૂચક ગણી શકાય નહીં."