School Closed : પહેલા રજૂ થયેલ રિપોર્ટ મુજબ શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારીઓને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જો કે  સરકારે કોરોનાના કેસમાં અચાનક વૃદ્ધિ થતાં સ્કૂલને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.


હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યની સ્કૂલોને ખોલવાની તારીખ ફરીથી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હિમાચલ પ્રદેશમાં વધતા જતાં કોરોનાના કેસના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ સરકારે હવે 4 સપ્ટેમ્બર 2021 સુધી  સુધી સ્કૂલ બંધ રાખવામાં નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે સ્કૂલો પહેલા 28 તારીખથી ખોલવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે આ તારીખને લંબાવીને 4 સપ્ટેમ્બર 2021 કરી દેવાઇ છે.


પહેલા જાહેર થયેલા ઓફિશ્યલ રિપોર્ટ મુજબ શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારીઓને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જો કે  સરકારે કોરોનાના કેસમાં અચાનક વૃદ્ધિ થતાં સ્કૂલને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. શાળા ખોલવાની તારીખ લંબાવવાની જાહેરાત કરતાં રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું કે,નિર્ણય વિદ્યાર્થીઓના હિતને લઇને લેવાયો છે.


હિમાચલ પ્રદેશની સરકારે સ્કૂલમાં એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. હિમાચલ પ્રદેશે મિડ ડે મીલ, શૈક્ષણિક સ્ટાફ અને ગેર શૈક્ષણિક સ્ટાફને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો ઉદેશ્ય શાળામાં SOPને અસરકારક રીતે લાગુ કરવાનો છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા હિમાચલ પ્રદેશ સરકારે 28 ઓગસ્ટે શાળા ખોલવાનો નિર્ણય લીધો હતો.


તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને  આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 


કોવિડ વેકસીનેશ અને કોરોના કેસ સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.