નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અનલોક-5ની ગાઈડલાઈન્સ પ્રમાણે આજથી દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલ, કોલેજો શરૂ થશે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે લાદવામાં આવેલા લોકડાઉન બાદ દેશભરમાં શાળાઓ બંધ હતી. દેશમાં માત્ર પાંચ જ રાજ્યો આજથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, આસામ અને બિહારમાં ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલો શરૂ થશે.


મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં હાલ સ્કૂલો નહીં ખુલે. સ્કૂલો ફરીથી ખોલવાને લઈ કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર અને દિશા નિર્દેશ 5 ઓક્ટોબરે જાહેર કર્યા હતા. જેમાં સ્વાસ્થ્ય, સફાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે   કહ્યું, મને આશા છે કે રાજ્યો એસઓપીનું સારી રીતે પાલન કરશે. કોઈ પણ વિદ્યાર્થીને જબરદસ્તીથી સ્કૂલ બોલાવી નહીં શકાય.

શિક્ષા મંત્રાલયે એસઓપી જાહેર કરતા કહ્યું, સ્કૂલોને ખોલતાં પહેલા દરેક ખૂણાને સારી રીતે સાફ અને સેનિટાઇઝ કરવો પડશે. હાથ ધોવા  અને ડિસઈંફેક્શનનો પ્રબંધ કરવો પડશે. વિદ્યાર્થીઓને બેસવાથી લઈ સુરક્ષિત પરિવહન પ્લાન, બાળકો વચ્ચે અંતર, પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા પર સુરક્ષાના તમામ પ્રબંધ કરવા પડશે. એસઓપીમાં છ ફૂટનું સામાજિક અંતર  રાખવાની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

ક્લાસ, લેબોરેટરી અને ખેલ-કૂદ સાથે જોડાયેલા વિસ્તારમાં પણ હંમેશા માસ્ક પહેરી રાખવું પડશે. વારંવાર હાથ ધોવા તથા શ્વાસ સંબધિત શિષ્ટાચારનું પાલન કરવા પણ કહેવામાં આવ્યું છે. એસઓપી મુજબ પરિવારજનોની લેખિત મંજૂરી વગર બાળકો સ્કૂલે નહીં જઈ શકે.

સ્કૂલ રિઓપનિંગ ગાઈડલાઈન્સ 

- સ્કૂલ ખૂલ્યાના બે ત્રણ સપ્તાહ સુધી અસેસમેંટ ટેસ્ટ નહીં લઈ શકાય.

- સ્કૂલોમાં એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલું વૈકલ્પિક એકેડેમિક કેલેન્ડર લાગુ કરી શકાય છે.

- સ્કૂલોમાં મિડ-ડે મીલ તૈયાર કરતા અને પીરસતી વખતે સાવધાની રાખવી પડશે.

- સ્કૂલ પરિસરમાં કિચન, કેંટીન, વોશરૂમ, લેબ, લાઈબ્રેરી વગેરે સહિત તમામ સ્થાનો પર સાફ સફાઈ અને કીટાણુરહિત કરવાની વ્યવસ્થા કરવી પડશે.

- ઈમરજન્સી કેયર સપોર્ટ, રિસ્પોન્સ ટીમ, તમામ માટે જનરલ સપોર્ટ ટીમ, હાઈજીન ઈન્સ્પેક્શન ટીમ જેવી વિવિધ ટીમો બનાવવાની જવાબદારી સ્કૂલો દ્વારા આપી શકાય છે.

- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશ મુજબ સ્કૂલ સ્વયં પણ એસઓપી બનાવી શકે છે. તેમાં સામાજિક અંતર અને સુરક્ષાના નિયમો સામેલ હોવા જોઈએ. જેને સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવવાની સાથે પેરેન્ટ્સને સ્કૂલના કમ્યુનિકેશન સિસ્ટમના માધ્યમથી મોકલવી જોઈએ.

- સ્કૂલમાં બેસતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું પડશે. સ્કૂલ આવવા અને જવાનું ટાઈમ ટેબલ બનાવી તેનું પાલન કરાવવું પડશે.

- તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરી રાખવું પડશે.






Education Loan Information:

Calculate Education Loan EMI