રિપોર્ટ્સ મુજબ દેશના 10 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોએ સિનેમાઘરો ખોલવાનો ફેંસલો કર્યો છે. સિનેમાઘર સુધી પહોંચવા હવે ઈ ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે. કોરોનાકાળ પહેલા સિનેમાઘરમાં પ્રેવશતી વખતે કાગળની ટિકિટ બતાવવી પડતી હતી પરંતુ હવે તેમ નહીં થાય. એટલું જ નહીં જે લોકો સિનેમાઘરના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદશે તેમને પણ ઈ ટિકિટ મળશે. ઈ ટિકિટ લીધા બાદ દર્શક સિનેમાઘરમાં દાખલ થઈ શકશે.
જે લોકોની ઉમર 6 વર્ષથી વધારે અને 60 વર્ષથી નીચે હશે તેમને જ સિનેમાઘરમાં પ્રવેશ અપાશે. 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.
કેવા નિયમોનું પાલન કરવું પડશે ?
- સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે.
- શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.
- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
- થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે
- કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
- 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય
- એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
- ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.
- બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
- કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ