ચક્રવાત દિતવાહને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ પર છે. ભારે વરસાદની આગાહી બાદ તમિલનાડુના ત્રણ જિલ્લાઓ ચેન્નઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરની શક્યતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

Continues below advertisement

લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલી વધુ એડવાઈઝરીનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. તમિલનાડુના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર કે.કે.એસ.એસ.આર. રામચંદ્રને જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે.

શ્રીલંકામાં તબાહી મચાવી

શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી ચક્રવાત દિતવાહ ભારત તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં અત્યાર સુધીમાં 334 લોકોના મોતની પુષ્ટી થઈ છે. કોલંબોના કેટલાક ભાગોમાં હજુ પણ પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકામાં 53 ટન રાહત સામગ્રી મોકલી છે. શ્રીલંકાના વાયુસેના સાથે સંકલનમાં INS વિક્રાંતના ચેતક હેલિકોપ્ટર અને ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરે બચાવ કામગીરી હાથ ધરી, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો સહિત ફસાયેલા લોકોને એરલિફ્ટ કર્યા હતા. 

28 નવેમ્બરના રોજ ભારતે ચક્રવાતને પગલે શ્રીલંકાને તાત્કાલિક શોધ અને બચાવ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) સહાય પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું હતું. બચાવાયેલા લોકોમાં શ્રીલંકા, ભારત, જર્મની, સ્લોવેનિયા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, બેલારુસ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે.         

તોફાન દિતવાહે શ્રીલંકામાં વ્યાપક તબાહી મચાવી છે. શ્રીલંકાના સરકારી અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દિતવાહને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 123 પર પહોંચી ગયો છે. 130 લોકો હજુ પણ ગુમ છે. બચાવ કાર્યકરો હજુ સુધી ઘણા વિસ્તારોમાં પહોંચ્યા નથી તેથી મૃત્યુઆંક વધુ વધી શકે છે. તોફાન પસાર થયા પછી રાહત પ્રયાસો વધુ ઝડપી કરવામાં આવશે. તોફાનને કારણે દેશમાં 44,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આ લોકો હાલમાં કામચલાઉ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા ગયા અઠવાડિયાથી ગંભીર હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે.