નવી દિલ્હીઃ દેશ આજે 72મો આર્મી દિવસ મનાવી રહ્યો છે. આ અવસર પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની લઇને તમામ દિગ્ગજોએ સૈન્યને શુભકામના પાઠવી હતી. સૈન્ય દિવસ પર સૈન્ય પ્રમુખ એમએમ નરવણેએ પરેડની સલામી લીધી હતી અને વીર સૈનિકોને સન્માનિત કર્યા હતા. સૈન્ય પ્રમુખે આ અવસર પર કહ્યું કે, ભારતીય સૈન્ય તમામ પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે.
સૈન્ય પ્રમુખે કહ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાનના ઇરાદાઓ નિષ્ફળ થયા છે. અમે આતંકવાદ સામે લડ વા માટે તમામ વિકલ્પ અજમાવીશું. કલમ 370 હટવી ઐતિહાસિક નિર્ણય હતો. જમ્મુ કાશ્મીરને રાષ્ટ્રની મુખ્ય ધારામાં સામેલ કરવામાં માટે આ મોટો નિર્ણય હશે. આ નિર્ણયથી પશ્વિમી પાડોશીઓ અને તેના સહયોગીઓની યોજનાને નિષ્ફળ કરી દીધી છે.


દુશ્મન દેશોને ચેતવણી આપતા સૈન્યના વડાએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરેન્સ નીતિ રહેશે. કોઇ પણ હુમલાની સંભાવના પર અમારી નજર રહેશે. પૂર્વોત્તર ક્ષેત્રોમાં આતંકી ઘટનાઓમાં વ્યાપક સ્તર પર ઘટાડો થયો છે. ઉત્તરી સરહદ પર સ્થિતિ શાંતિપૂર્ણ છે.

નરવણેએ કહ્યું કે, આર્મીને આધુનિક બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમની નજર ભવિષ્યમાં થનારા યુદ્ધના સ્વરૂપ પર છે. આ માટે ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્પેસ, સાઇબર, સ્પેશ્યલ ઓપેરશન અને ઇલેક્ટ્રોનિક વોરફેર પર કામ ચાલી રહ્યું છે. સૈન્યને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે તે ટેકનિકલ ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.