નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વેક્સિનેશનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થાય છે તો બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિ સંક્રમિત થશે તો , બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોઈ વ્યક્તિ રસી લીધા બાદ અથવા COVID થી પીડિત થવા પર RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ કરવામાં આવી છે.
કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમા આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ત્રણ મહિના બાદ રસી આપવામાં આવશે.
એવા લોકો જે ગંભીર બિમારીથી પીડિત છે અને તેમને દાખલ કરવાની જરુર અથવા તો આઈસીયૂ કેરની જરુર છે તેમણે પણ ચારથી લઈને આઠ અઠવાડિયા સુધી રસી માટે રાહ જોવી પડશે. ગર્ભવતી મહિલાઓને રસી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.
કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
કુલ મોત - 2 લાખ 83 હજાર 248
ક્યા કયાં રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો
પોઝિટિવિટી રેટ ઓછો થવાનો અર્થ ક્યાં કયા રાજ્યોમાં નવા પોઝિટિવ કેસ ઓછા થયા છે.
મહારાષ્ટ્ર - 22.4 ટકા ઘટાડીને 15.9 ટકા થયો
ઉત્તરપ્રદેશમમાં 14,.7 ટકા ઘટીને 7 ટકા થયો
બિહાર 14.7 ટકા ઘટીને 7.4 ટકા થયો.
દિલ્લીમાં 25 ટકા ઘટીને 13.6 ટકા થયો
મધ્યપ્રદેશ -24.2 ટકા ઘટીને 15.2 ટકા
છતીસગઢ 19 ટકા ઘટીને 11 ટકા થયો