બેંગલુરુઃ દેશમાં કોરોનાની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજના 50થી 60 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત મૃતકોની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન કોરોનાથી ફફડી ઉઠી રહેલા દેશના વધુ એક રાજ્યમાં કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, દક્ષિણ કન્નડ ડિસ્ટ્રીક્ટ ડેપ્યુટી કમિશ્નરે (Dakshina Kannada District Deputy Commissioner) જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસને લઈ કલમ 144 લાગુ કરી દીધી છે. ઉપરાંત સામજિક મેળાવડા બંધ કરવાનો આદેશ કરાયો છે. આ સિવાય બગીચા, માર્કેટ, ધાર્મિક સ્થળોમાં લોકોને ભેગા નહીં થવાની અપીલ કરવામાં આવી છે.
સુરતમાં 4થી વધારે લોકો નહીં થઈ શકે ભેગા
ડાયમંડ નગરી (Diamond City) સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશનરે (Surat Police Commissioner) જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શહેર પોલીસ કમિશનરે પોલિસ કમિશનરે 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,211 નવા કેસ અને 271 લોકોના મોત થયા છે. જ્યારે 37,028 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,95,855 થયા છે. જ્યારે 1,13,93,021 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,40,720 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,114 છે. દેશમાં કુલ 6,11,13,354 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.
Immunity Booster Juice: દેશમાં ફરી વળી છે કોરોનાની બીજી લહેર, ઈમ્યુનિટી વધારવા પીવો આ 5 હર્બલ જ્યૂસ