મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Cases) બેકાબૂ થઈ ગયો છે અને રાજ્યમાં દરરોજ 30-40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. રાજયમાં સોમવારે પણ કોરોનાના રેકોર્ડ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતાં હવે સંપૂર્ણ લોકડાઉનની (Lockdown) તૈયારી શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. કોરોનાના નધતા કેસોના કારણે ઉધ્ધવ સરરકારની ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની (Maharashtra Lockdown Update)ભલામણ કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે કરી દીધી છે. આ ભલામણના પગલે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ હોવાના અહેવાલ છે.
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 31,643 નવા કેસ સામે આવ્યા હતા અને 102 લોકોના મોત થયા હતા. આ પહેલા રવિવારે કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
29 માર્ચઃ 31643 કેસ
28 માર્ચઃ 40,414 કેસ
27 માર્ચઃ 35,726 કેસ
26 માર્ચઃ 36,902 કેસ
25 માર્ચઃ 35,952 કેસ
24 માર્ચઃ 31,855 કેસ
ઉધ્ધવ ઠાકરેએ (Uddhav Thackrey) રવિવારે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નહી ચાલે અને અત્યારે જે સ્થિતી ચે તે જોતાં કર્ફ્યૂથી પણ કંઇ જ ફેર પડશે નહીં. હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉધ્ધવના આ નિવેદન બાદ 1 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉ લાદી દેવાશે એવું. માનવામાં આવી રહ્યું છે. આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ગંભીર બનતાં હિંગોલી જીલ્લામાં રવિવારથી જ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉન 29 માર્ચ સવારે 7 વાગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન દૂધ, કરિયાણું, ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર સહિતની જરૂરી સેવાઓની દુકાનો ખુલ્લી રહેશે. ઔરંગાબાદમાં પણ 30 માર્ચની મધરાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા મામલાને લઈ મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે.
શ્રીલંકાના પરેરાએ છ બોલમાં ફટકારી છ સિક્સર, જાણો ક્યા બોલ પર ક્યાં ફટકારી સિક્સર ?