શ્રીનગર: આતંકવાદીઓ એકવાર ફરી કાશ્મીરના પુલવામામાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકીઓ પુલવામામાં હાઈવે પર એકવાર ફરી સુરક્ષા દળોને નિશાન બનાવી હુમલો કરવાની ફિરાકમાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 14 ફ્રેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા.

રિપોર્ટ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાની આતંકીઓ પુલવામા અને તેની આસપાસ સુરક્ષા દળોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આતંકી આઈઈડી અને સ્નાઇપર દ્વારા હુમલો કરી શકે છે અને સુરક્ષા દળોએ 6 થી 8 પાકિસ્તાની આતંકીઓના પ્લાનને ઇન્ટરસેપ્ટ કર્યો છે. આ ટીમમાં એક સ્નાઇપર પણ હોવાની જાણકારી છે.

Budget: 14.05 લાખ રૂપિયાની આવક સુધી નહીં ચૂકવવો પડે ટેક્સ! જાણો કેવી રીતે

Budget 2019: મોદી સરકારે નાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો વિગતે

એટલું જ કાશ્મીરમાં છૂપાઈને રહેવા માટે આ પાકિસ્તાની આતંકીઓએ પોતાના નામ પણ બદલ્યા છે. 8 જુલાઈ 2016માં આતંકી બુરહાન વાનીને સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ગુપ્ત રિપોર્ટ બાદ તમામ એજન્સીઓએ એલર્ટ કરી દેવામાં આવી છે.