જમ્મુઃ જમ્મુમાંથી સુરક્ષાદળોએ ડોડા જિલ્લામાં એક્ટિવ હિઝબૂલ આતંકીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આતંકી પાસેથી એક રિવૉલ્વર મળી છે.
માહિતી પ્રમાણે, મંગળવારે સવારે ડોડામાં સેનાએ વિસ્તારના ટટનાના શેખપરામાં એક આતંકી છુપાયેલો હોવાન માહિતી મળી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.
સેના, અર્ધસૈનિક દળો અને જમ્મુ પોલીસે દ્વારા ચલાવવામાં આવેલી સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે વિસ્તારમાં છુપાયેલા આતંકીએખુદને ચારેય બાજુથી ઘેરાયેલો જોયો તો તેને ભાગવાની કોશિશ કરી, બાદમાં સેનાએ તેને પકડી લીધો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તનવીર અહેમદ મલિક તરીકે થઇ છે, અને તે છેલ્લા થોડાક સમયથી આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન માટે એક્ટિવ હતો. તેની પાસે સુરક્ષાદળોએ એક રિવૉલ્વર જપ્ત કરી છે. હાલ પકડાયેલો આરોપીને પુછપરછ ચાલુ છે.
સેનાએ જમ્મુ-કાશ્મીરમાંથી હિઝબૂલના આતંકીને ઝડપ્યો, રિવૉલ્વર પણ કરી જપ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2020 03:26 PM (IST)
માહિતી પ્રમાણે, મંગળવારે સવારે ડોડામાં સેનાએ વિસ્તારના ટટનાના શેખપરામાં એક આતંકી છુપાયેલો હોવાન માહિતી મળી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -