નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાવાયરસ સંક્રમણને રોકવા માટે તમાકુ પ્રોડક્ટને લઈને એક નોટિફિકેશ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું. તેમાં તમાકુ પ્રોડક્ટના પેક્ટ પર નવી સ્વાસ્થ્ય ચેતવણી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1 સપ્ટેમ્બર, 2020 અથવા ત્યાર બાદ ઉત્પાદિત અથવા પેક કરવામાં આવેલ તમામ તમાકુ પ્રોડક્ટ પર પહેલા તસવીર હોવી જોઈએ.


સાથે જ 1 સપ્ટેમ્બર 2021 અથવા ત્યાર બાદ બનાવવામાં આવનારી પ્રોડક્ટ અથવા પેક તસવીર નંબર 2 બતાવવી પડશે. આ નિયમોનું પાલન ન કરવા પર કાર્રવાઈ કરવામાં આવશે. આ પહેલા મંત્રાલયે તમામ રાજ્યોને સાર્વજનિક જગ્યા પર તમાકું ખાવા અને થૂકવા પર પ્રતિબંધ લગાવવા કહ્યું હતું. જો કોઈ એવું નહીં કરે તો સિગરેટ અને તમાકુ પ્રોડક્ટ અધિનિયમ 2003ની કલમ 20 અંતર્ગત કાયદાકીય કાર્રવાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જે તસવીર છાપવાનો આદેશ આપ્યો છે તે વધારે ડરામણી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને તેના વિશે એક પત્ર પણ મોકલ્યો હતો. જેમાં કહ્યું છે કે, ‘બિન ધુમ્રપાનવાળી તમાકુ ખાવા, પાન મસાલા અને સોપારાથી શરીરમાં લાર વધારે બનવા લાગે છે અને તેનાથી થુંકવાની વધારે ઇચ્છા થાય છે. સાર્વજનિક સ્થળો પર થૂકવાથી કોવિડ-19ના પ્રસારમાં વધારો થઈ શકે છે.'

કોરોના વાયરસ મહામારીના વધતા જોખમને ધ્યાનમાં રાખતા આઈસીએમઆરે લોકોને તમાકુનું સેવન કરવાથી દૂર રહેવા અને જાહેર સ્થળો પર ન થૂકવાની અપીલ કરી છે.

પત્ર અનુસાર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો પાસે જુદા જુદા કાયદા અંતર્ગત કોવિડ-19નો સામનો કરવા માટે જરૂરી અધિકાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ જ પૃષ્ઠભૂમિમાં, એ અપીલ કરવામાં આવે છે કે, જાહેર સ્થળે તમાકુ ખાવા અથવા તમાકુવાળી પ્રોડક્ટનું સેવન કરવું અથવા થુંકવા પર પ્રતિબંધ લગાવવા માટે યોગ્ય કાયદા અંતર્ગત જરૂરી પગલા લઈ શકાય છે.’

આ રાજ્યમાં લાગ્યો છે પ્રતિબંધ

જણાવીએ કે, બિહાર, ઝારખંડ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ અને અસમ જેવા કેટલાક રાજ્ય કોવિડ-19 મહામારી દરમિયાન પહેલા જ જાહેર સ્થલો પર તમાકુવાળી કોઈપણ પ્રોડક્ટના સેવન કરવા અને થૂંકવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.