Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુલગામમાં સૈન્ય અને પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં લશ્કર-એ-તોઇબાના જિલ્લા કમાન્ડર ગુલજાર અહમદ રેશી સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિદેશક વિજય કુમારે કહ્યું કે, બંન્ને આતંકી બિહારના બે ગરીબ મજૂરોની હત્યામાં સામેલ હતા. બંન્ને મજૂરોની 17 ઓક્ટોબરના રોજ વાનપોહમા આતંકીઓએ હત્યા કરી હતી.


આ અગાઉ દિવસોમાં સુરક્ષાદળોએ શોપિયા જિલ્લામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તોઇબાના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ દરમિયાન સૈન્યનો એક જવાન પણ શહીદ થયો હતો. અધિકારીઓ કહ્યું કે અથડામણમાં બે અન્ય સુરક્ષાકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના રહેવાસી એવા એક વ્યક્તિની હત્યામાં સામેલ હતો.


અધિકારીઓએ કહ્યું કે આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ શોપિયા જિલ્લાના દરગડ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતુ. બાદમા આતંકવાદીઓએ ગોળીબાર કરતા સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હતી. દરમિયાન લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.


નોંધનીય છે કે હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓમાં વધારો થયો છે. આતંકીઓ  સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ મહિનામાં આતંકીઓએ ઘાટીમાં બે શિક્ષકો, એક દવાના વેપારી સહિત કુલ 11  લોકોની હત્યા કરી છે. સુરક્ષાદળોએ બે સપ્તાહમાં 17 આતંકવાદીઓને ઠાર માર્યા છે.


Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી


4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ


India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો