રાંચી: ઝારખંડના લાતેહર જિલ્લામાં સુરક્ષાદળોની નક્સલિઓ સાથે થયેલા સંઘર્ષમાં 6 નક્સલીઓ ઠાર મરાયા હતા. આ ઘટના જિલ્લાના છિપાદોહર વિસ્તારમાં ઝારખંડ-છત્તીસગઢ સરહદ પર બની હતી. ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના બૂઢા પહાડી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન નક્સલીઓએ યોગ્ય મોકો શોધીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળેથી સુરક્ષાદળોએ 6 બૉડીની સાથે એક ઈંસાસ, એક એસએલઆર, એક કાર્બાઈન પ્લાઈંટ, 315 કેલિબરના ત્રણ હથિયાર મળી આવ્યા છે.
લાતેહરના એસપી અનૂપ બિરથરેએ કહ્યું કે, મોટા પ્રમાણમાં મળેલો હથિયારોનો જથ્થો એ વાતનો સંકેત આપે છે કે અહીં મોટી સંખ્યામાં નક્સલી ગ્રુપમાં હતા. ઠાર મરાયેલા મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. સુરક્ષાદળોને શંકા છે કે હજું આ વિસ્તારમાં બીજા નક્સલીઓ છૂપાયેલા છે. તેમને ઠાર મારવા માટે હાલ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.