નવી દિલ્લી: તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. સીએમનું નવું ઘર બેગમપેટમા તેમના કેંપ ઓફિસની બાજુમાં જ બનાવવામાં આવ્યું છે. રાવ પોતાના ‘ડ્રીમ હોમ’માં ગુરુવારે વિધિવત રીતે ગૃહ પ્રવેશ કરશે.

સીએમનો નવો બંગલો એક લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેના રોશનદાર અને બારીઓમાં બુલેટપ્રુફ કાચ લગાવવામાં આવ્યા છે. આ ઘરમાં સીએમની સિવાય તેમના પુત્ર કેટીઆર માટે પણ બેડરૂમ અને બાથરૂમ છે જેમાં હાઈ-ક્વાલિટી માટે ગ્લાસ પણ લગાવવામાં આવ્યા છે. આ બંગલાના રૂમોમાં બેઠા બેઠા બહારની ચીજોને જોઈ શકાય છે.

બતાવવામાં આવી રહ્યું છે કે ગુપ્તચર એંજસીઓની ભલામણો પર સીએમના નવા ઘરમાં બુલેટપ્રુફ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 35 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ ઘરમાં 300 કારોનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બંગલાની તારે બાજુની દિવાલો ઘણી ઉંચી છે જેનાથી ચોરી છૂપીથી અંદર દાખલ થવાનો કોઈ શેષ રસ્તો બચતો નથી. સીએમ રાવને જેડ પ્લસ સિક્યોરિટી મળી છે. તે માઈન-પ્રુફ કારોમાં ફરે છે.