જમ્મુ-કશ્મીર: કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ
abpasmita.in | 30 Oct 2016 04:18 PM (IST)
શ્રીનગર: જમ્મુ-કશ્મીરના કુપવાડાના કંડીમાં સુરક્ષાદળો-આતંકિયોની અથડામણ થઈ હતી. સુરક્ષાદળોએ ગુપ્ત સૂચનાના આધાર પર તપાસ અભિયાન શરૂ કર્યું હતું ત્યારબાદ અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં 2-3 આતંકિયો છૂપાયા હોવાનું અનુમાન છે. સુરક્ષાદળોએ તમામ વિસ્તારને ઘેરી લિધો છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે કુપવાડાના વન ક્ષેત્રમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ રવિવારે સવારે આતંકવાદની વિરૂધ્ધમાં અભિયાન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે ખબર મળી ત્યા સુધી અથડામણ શરૂ હતી.