કેંદ્ર સરકાર વિદેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરેઃ કેજરીવાલ
abpasmita.in | 30 Oct 2016 10:21 AM (IST)
નવી દિલ્લીઃ મુખ્યુમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય મૂળના 'આપ કાર્યકર્તા' મનમીત અલીશરને ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં સળગાવીને હત્યા કરવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરી કહ્યું હતું કે,કેંદ્રએ વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું આપ કાર્યકર્તા મનમીત અલીશરની મૌતનું દુઃખદ છે. અને પરિવાર પ્રતિ ઉંડી સંવેદના છે. ભારત સરકારને વિદેશમાં ભારતીય સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઑસ્ટ્રેલિયામાં 29 વર્ષના બસ ડ્રાઇવરને અલીશરને શુક્રવારે સળગાવીને મારી નાખવામાં આવ્યો હતો.