નવી દિલ્હી: દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક સુરક્ષાકર્મીઓની બેરકમાં સેનાના એક જવાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતક જવાન તેજ બહાદુર થાપા ગોરખા રાઈફલ જવાનનો હતો. બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ તેજ બહાદુરના સાથી ડ્યૂટી પરથી પરત આવ્યા ત્યારે તેને પંખા સાથે લટકેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. થાપાના સાથીઓએ તરત જ તેને નીચે ઉતારી દિલ્હી કેટ સ્થિત બેઝ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિલ્હી પોલીસના અધિકારીઓ અનુસાર તેજ બહાદૂર થાપા પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ નથી મળી. પરંતુ શરુઆતી તપાસમાં એ વાત સામે આવી છે કે, તેજ બહાદુર થાપા કમર દર્દ અને નસોમાં બ્લોકેજની બીમારીથી લાંબા સમયથી પરેશાન હતા. હાલમાં પોલીસે થાપાના જોડેવાળા સુરક્ષાકર્મીઓની પૂછપરછ હાથ ધરી છે.