બાયૉએનટેકના સીઇઓ અને કૉ-ફાઉન્ડર ઉગુર સાહિને એક ખાનગી ન્યૂઝ ચેલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી હતી, તેમને કહ્યું કે, કંપની વેક્સિન પર કામ કરી રહી છે, અમારી પાસે એક સુરક્ષિત પ્રૉડક્ટ છે, અને વિશ્વાસ છે કે આની અસર થશે. આના ટેસ્ટિંગમાં ભાગ લેનારાઓ પર આનુ સફળ પરીક્ષણ થયુ છે, અમે તાવ, માથાનો દુઃખાવો જેવા લક્ષણોને ઓછા જોયા છે. આવા લક્ષણો વેક્સિનની સાથે એક કે બે દિવસ માટે દેખાય છે અને પછી જતા રહે છે.
ફાઇજર અને બાયૉએનટેકે બીએનટી-162 માટે આ વર્ષના અંત સુધી 10 કરોડનો જથ્થો અને 2021 સુધી 130 કરોડનો જથ્થો બનાવવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે, જુલાઇમાં અમેરિકન સ્વાસ્થય વિભાગ અને રક્ષા વિભાગે કૉવિડ-19 વેક્સિનનો 10 કરોડ જથ્થાનુ ઉત્પાદન કરવા માટે ફાઇજર સાથે 1.95 બિલિયન ડૉલરનુ એગ્રીમેન્ટ કર્યુ હતુ, અમેરિકન સરકાર કૉન્ટ્રાક્ટ અંતર્ગત વેક્સિનની વધારાનો 500 મિલિયન જથ્થો ખરીદી શકે છે.
કૉવિડ વેક્સિનના વિકાસમં ફાઇજરનો મુકાબલો એસ્ટ્રેજેનેકા, જોનસન એન્ડ જોનસન, મૉડર્નો અને સનોફી સાથે છે. ફાઇજર અને બાયૉટેકની વેક્સિનમાં વાયરસના જેનેટિક કૉડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને સંદેશાવાહક RNA કે mRNa કહેવામાં આવે છે. આ કોરોના વાયરસની ઓળખ માટે શરીરને ટ્રેનિંગ આપે છે. શરીરમાં કોરોના વાયરસના હુમલા સામે પ્રતિરક્ષા પ્રતિક્રિયા પેદા થાય છે.