15 ઓગસ્ટની સુરક્ષા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે બોલાવી હાઈ લેવલ મીટિંગ, IB-RAW ચીફ રહ્યા હાજર
abpasmita.in | 14 Aug 2016 12:50 PM (IST)
નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથ સિંહે 15 ઓગસ્ટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહની સિવાય એનએસએ અજીત ડોવાલ, રૉ ચીફ, આઈબી ચીફ, દિલ્લી પોલીસ કમિશ્નર અને સુરક્ષા સાથે જોડાયેલા બીજા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આતંકીઓના ખતરાને જોતા આખા દેશમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેના પર ચર્ચા વિચારણ થઈ હતી. સીમા પારથી પાકિસ્તાન તરફથી થયેલ સીઝફાયરના ઉલ્લંઘનને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી. જ્યારે દિલ્લીમાં લાલ કિલ્લાની આસપાસની સુરક્ષાને લઈને દિલ્લી પોલીસ સાથે અલગથી વાતચીત કરવામાં આવી રહી છે.