નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 11 દિવસ પછી આજે હોસ્પિટલ માંથી રજા મળી ગઈ છે. સોનિયા ગાંધીને બીમારી અને ખભાની ઇજાના સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હાલ તેમનું સ્વાસ્થ્ય સારુ છે અને તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વારાણસીમાં રોડ શો કરતી વખતે તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને ખભામાં ઇજા પહોચી હતી. જ્યાર બાદ સોનિયા ગાંધીને એયર એમ્બ્યુલેંસ મારફતે દિલ્લી લાવીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડી.એસ રાણાએ જણાવ્યું છે કે હોસ્પિટલથી રજા આપી તે વખતે સોનિયા ગાંધીની તબિયત સ્થિર હતી. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. એ સિવાય તેમને દવા ચાલુ રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.